ઓલપાડ તાલુકાના કીમ ગામે આવેલ શિવાજી નગરમાં રહેતો 36 વર્ષીય પરિણીત યુવક અંકુર ધોઢીયા અંકલેશ્વર GIDCમાં કામગીરી કરતો હતો. આજરોજ પણ નિત્યક્રમ મુજબ કામગીરી કરી રહ્યો હતો તે દરમિયાન અચાનક હૃદય બંધ થઈ જતા બેભાન થઈ ગયો હતો. હાજર લોકોએ તેઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખાતે લઈ ગયા હતા. જ્યાં હાજર તબીબે તેઓને મરણ જાહેર કર્યો હતો.