ભરૂચ ખાતે રહેતા 2 મિત્રો ટેમ્પો ટ્રાવેલર્સ લઈને વાપી ખાતે રહેતા મિત્રને મળવા ગયા હતા. બીજા દિવસે પરત ફરતા અતુલ બ્રિજ ઉપર ટ્રેમ્પો ટ્રાવેલર્સનું ડ્રાયવર સાઈડનું પાછળનું ટાયર ફાટ્યું હતું. જેથી ટાયરની દુકાન અંગે ઇન્કવાયરી કરવા રોડ ક્રોસ કરતા હતા. જે દરમ્યાન એક કારના ચાલકે યુવાનોને અડફેટે લેતા ઘટના સ્થળે બંને મિત્રોના કમકમાટી ભર્યા મોત થયા હતા. ઘ રૂરલ પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.