અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરના નિર્માણની સાથે સાથે ભગવાન રામ અયોધ્યાથી રામેશ્વરમ જતા દરેક સ્થળોએ શ્રી રામ સ્તંભો સ્થાપિત કરવામાં આવશે. આ શ્રી રામ સ્તંભો તૈયાર કરવાનું કામ આબુ રોડ સ્થિત માવલ રિકો ગ્રોથ સેન્ટર માં આવેલ ત્રિવેદી કોર્પ માર્બલ યુનિટમાં કરવામાં આવી રહ્યું છે. આ થાંભલાઓને આખરી ઓપ આપવા માટે આબુરોડ વિસ્તારના 20 કારીગરો કામ કરી રહ્યા છે.