માલપુરથી ધનસુરા જવાના રસ્તે એક વેગન આર કાર પસાર થતી હતી. કારમાં ચાલક અને અન્ય 4 લોકો પણ સવાર હતા. કાર ધનસુરાના શાંતીપુરા પાટિયા પાસે પહોંચી કે તરત કારમાંથી આગની જ્વાળાઓ નીકળવા લાગી હતી. કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. જો કે કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો.