જ્ઞાન સહાયક ભરતી ઠરાવ રદ્દ કરી, ટાટ-ટેટ ઉમેદવારોની કાયમી ભરતી કરવાની માંગ સાથે આણંદમાં એબીવીપીના વિદ્યાર્થીઓ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચ્યાં હતાં. જોકે, વિદ્યાર્થીઓને કચેરીમાં જતાં રોકવામાં આવ્યાં હતાં. જેથી વિદ્યાર્થીઓએ કચેરીની બહાર બેસીને રામધૂન બોલાવી હતી અને સરકાર વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યાં હતાં.