અમદાવાદમાં ફાઈનલ સહિતની 5 મેચ રમાશે. મેચ પહેલા આતંકવાદી હુમલાની ધમકી અપાઈ હતી. જેની ગંભીરતાથી નોંધ લઈને સ્ટેડિયમની અંદર અને બહાર થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે. શહેરમાં રમાનારી વર્લ્ડ કપની પાંચેય મેચના દિવસે સવારે 11થી રાતના 12 વાગ્યા સુધી જનપથ ટીથી સ્ટેડિયમના મુખ્ય ગેટ થઈ કૃપા રેસિડેન્સી થઈ મોટેરા સુધીના તમામ રોડ વાહનચાલકો માટે બંધ રહેશે