અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલ.જી., શારદાબેન ઉપરાંત વી.એસ. તથા એસ.વી.પી. હોસ્પિટલ ઈન્ચાર્જ સુપ્રીટેન્ડન્ટના હવાલે કરાઈ હોવાથી દર્દીઓ રામભરોસે મુકાયાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે. મ્યુનિ.ની હોસ્પિટલોમાં કાયમી સુપ્રીટેન્ડન્ટની નિમણૂંક કરવામાં આવતી નહીં હોવાથી હોસ્પિટલની સેવાનુ સ્તર કથળ્યુ છે. બે દિવસ પહેલા ૧૧ માસના બાળકને ફરજ ઉપર હાજર નર્સ દ્વારા દવા પીવડાવતા તેમાં દવા નહીં પરંતુ અન્ય પ્રવાહી હોવાનુ બહાર આવ્યુ હતુ.