અંબાજીમાં મોહનથાળના પ્રસાદમાં નકલી ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પ્રસાદ બનાવનાર મોહિની કેટરર્સ દ્વારા અમદાવાદના માધુપુરા વિસ્તારમાં આવેલા નીલકંઠ ટ્રેડર્સમાંથી ઘી ખરીદવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે અંબાજી પોલીસ, ગાંધીનગર ફૂડ વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા નીલકંઠ ટ્રેડર્સમાં તપાસ કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે મોડી રાત્રે તમામ ઘીના ડબ્બાઓ કબજે કરી નીલકંઠ ટ્રેડર્સની દુકાન અને ગોડાઉનને નોટિસ લગાવી સીલ કર્યું છે