અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં દબાણ દૂર કરવા ગયેલી પૂર્વ ઝોનની એસ્ટેટ વિભાગની ટીમ સાથે સ્થાનિક લોકોએ બોલાચાલી કરી હતી. વસ્ત્રાલ વિસ્તારમાં શ્રેયા એક્ઝોકિટા રેસિડેન્સીની દીવાલ પાસે નાનો ચબૂતરો અને મંદિર બનાવવામાં આવ્યો હતો. જેને આજે સવારે એસ્ટેટ વિભાગની ટીમે તોડી પાડ્યો હતો. જેને લઈ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા. મંદિર અને ચબૂતરો તોડવા મામલે વિરોધ કર્યો હતો