બાલાસિનોરની ICICI બેન્ક માં મેનેજર તરીકે ફરજ બજાવતા વિશાલ પાટીલ જેમની હત્યા કરી 1 કરોડ 17 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી છે.બ્રાન્ચ મેનેજર વિશાલના મિત્ર કહેવાતા સંતરામપુરના ગોઠીબ ગામના હર્ષિલ પટેલ સહિત 3 ઈસમોએ જ આ હત્યા કરી કાર સળગાવી દીધી હતી અને કેશ લૂંટી લાશ કડાણા દીવડા કોલોની જતા રસ્તામાં જંગલ વિસ્તારમાં ફેંકી દીધી હતી.