વલસાડ શહેરના રામવાડી વિસ્તારમાં આવેલા ભરત એપાર્ટમેન્ટના ફ્લેટને તાળું મારી ફ્લેટ માલિક કચ્છ તેમના વતન કામ અર્થે ગયા હતા. જે દરમિયાન બંધ ફ્લેટનું તાળું ખોલતા પાડોશીઓએ પૂછપરછ કરી હતી. અજાણ્યા ઈસમોએ મકાન માલિક પાસેથી ફ્લેટ ખરીદી લીધો હોવાનું જણાવી ફ્લેટમાં કુંભ ઘડો મૂકીને તસ્કરો ઘરમાંથી ફ્રીજ, ટીવી, ગેસ, વાસણ કપડાં સહિતનો સામાન ચોરી કરી આરોપીઓ ફરાર થઇ ગયા હતા.