વલસાડ જિલ્લાના ઉમરગામ GIDCમાં આવેલી ખાનગી કંપનીમાં કામ કરતા શ્રમિકો માટે કંપનીમાં રહેવા માટે રૂમ આપવામાં આવે છે. જેમાં એક જ રૂમમાં રહેતા 2 શ્રમિકનો રસોઈ બનાવવાનો વારો હતો, જોકે, આ બન્ને શ્રમિકો સાથી શ્રમિકો માટે રસોઈ બનાવી શક્યા ન હતા. જેથી એક શ્રમિક સાથે રસોઈ બનાવવા બાબતે ઝઘડો થતા ગુસ્સે ભરાયેલા શ્રમિકે આ બંને શ્રમિકોને માથાના ભાગે પથ્થર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેમાં એક શ્રમિકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.