સરકારી આવાસોમાં શૌચાલય-બાથરૂમનું પાણી ટપકતા પરેશાની
ડીસામાં હરિઓમ હાઇસ્કુલ પાછળ આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના જર્જરીત અને સુવિધા વગરના મકાનોથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વારંવાર રજૂઆત બાદ પણ કાર્યવાહી ન થતા કંટાળેલા રહીશોએ નગરપાલિકા કચેરીએ પહોંચી બળાપો ઠાલવ્યો હતો.