રાજ્ય સરકાર દ્વારા 100 માઈક્રોનથી ઓછી જાડાઈના પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. આણંદ નગરપાલિકા ની ટીમ દ્વારા સરદાર ગંજ ખાતેના પ્લાસ્ટિકના વેપારીઓની દુકાનો ખાતે આકસ્મિક ચકાસણી કરતા પ્લાસ્ટિકના ઝભલાનું વેચાણ કરતા ચાર પેઢીઓમાંથી અંદાજિત 60 કિલોગ્રામ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી રૂપિયા 2000 નો દંડ વસૂલવામાં આવ્યો છે.