વસો પંથકના દેવાવાંટા, પેટલી ગામમાં તાલુકા એન્ફોર્સમેન્ટ સ્કવોડ દ્વારા તમાકુ વિરોધી જનજાગૃતી માટેની રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમીયાન કુલ 6 વ્યકિતઓ દ્વાર નિયમોનું ઉલ્લંઘન જણાતા દંડ સ્થળ ઉપર વસૂલ કરવામાં આવ્યો હતો. આ રેડની કામગીરી દેવાવાંટા,પેટલીના શાળા, બસ સ્ટેશન આજુબાજુનો વિસ્તારમાં કરવામાં આવી હતી.