આણંદ ભાલેજ ઓવરબ્રીજથી સામરખા ચોકડી તરફ પસાર થતા જકાતનાકા પાસે કાંસ નજીક પસાર થતા માર્ગ ઉપર એકાએક કુતરૂ આડુ આવતા રીક્ષા ખુલ્લા કાંસમાં ખાબકી હતી.જેના લીધે રીક્ષા ચાલક, મહિલા મુસાફર કાંસમાં ખાબકી જતાં આજુબાજુના રહીશોએ દોડી આવી સહીસલામત બહાર કાઢવામા આવતા આબાદ બચાવ થયો હતો.