આણંદ વિધાનગર રોડ ઉપરની ખાઉધરા ગલીમાં ખાણીપીણીની લારીઓ ઉપર શુકવારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સહીત આણંદ પાલિકાની ટીમોએ દરોડા પાડ્યા હતા. ટીમોએ દરોડા દરમ્યાન 17 જેટલી લારીઓ પર ચેકિંગ હાથ ધરતા વાસી પાઉંભાજી સહિત 38 કીલો અખાદ્ય વસ્તુ મળી આવી હતી. આ જથ્થો નાશ કરી રૂ.2 હજારનો દંડ ફટકાર્યો હતો.