પેટલાદમાં ગૃહઉદ્યોગ માટે લોન આપ્યા બાદ તે લોનની રીકવરી માટે લોનધારકો પાસેથી પૈસા ઉઘરાવ્યા બાદ તે પૈસા બેંકમાં જમા ન કરાવી બારોબાર બેંકના પાંચ ફિલ્ડ ઓફિસર અને મેનેજરે પોતાના અંગત વપરાશમાં વાપરી નાંખી રૂપિયા 44 લાખનો બેંકને ચૂનો ચોપડતાં જ પેટલાદ શહેર પોલીસે તમામ વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. જેમાં પોલીસ દ્વારા પાંચ ફિલ્ડ ઓફિસરની ધરપકડ કરી દેવામાં આવી છે . જયારે મેનેજર વોન્ટેડ છે.