રાજપીપળામાં નવરાત્રી અને દિવાળીની તડામાર તૈયારીઓ ચાલુ થઇ ગઈ છે. રાજપીપળા હરસિધ્ધિ માતાજીના મંદિરે ભાતીગળ મેળો ભરાય છે જેમાં લાખોની સંખ્યામાં ભક્તો આવે છે. ત્યારે આ વર્ષે વધુ ભક્તોની સંખ્યા વધસે એવી આશાએ તંત્ર તૈયારીઓમાં લાગી ગયું છે. જેમાં ખાસ રાજપીપળા નગરપાલિકાની હદમાં આવતા આ મંદિર ભરાતા મેળા માટે પાલિકાએ આ વર્ષે સ્ટોલ પણ વધુ પાડ્યા છે. 450 જેટલા સ્ટોલ પડશે. જેની હરાજી સ્થળ પર થશે જેમાંથી પાલિકાને અંદાજિત 10થી 11 લાખ રૂપિયાની આવક થશે.