ભારત-પાકિસ્તાનની મેચને લઇને અમદાવાદમાં ઉત્સાહનો માહોલ છે. ટિકિટને ઓનલાઇન અને ઓફલાઇન ખરીદીને અનેકગણી કિંમતે કાળાબજારી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, સોશિયલ મિડીયામાં ટિકીટ વેચાણના નામે ઓનલાઇન નાણાં લઇને છેતરપિંડી કરવાના કિસ્સા પણ ધ્યાને આવ્યા છે. આ વચ્ચે અમદાવાદ પોલીસે 150થી વધુ બનાવટી ટિકિટો જપ્ત કરી હોવાની માહિતી સાંપડી છે. બ્લેકમાં ટિકિટનું વેચાણ થાય તે અગાઉ ટિકિટો જપ્ત કરાઈ છે. બનાવટી ટિકિટ સાથે એક યુવકની પણ પોલીસે અટકાયત કરી છે.