મહેસાણા-અમદાવાદ હાઇવે પર આવેલા મેવડ ટોલનાકા નજીક લોખંડની પાઇપો ભરી મહેસાણા તરફ આવી રહેલા એક ટ્રેલરના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં બાજુમાં જઇ રહેલી કારને ટક્કર મારી નુકસાન પહોંચાડ્યું હતું અને ટ્રેલર ત્રણેક ફૂટ ઊંચા ડિવાઇડર પર ચઢી ગયું હતું. જેમાં ટ્રેલરને આગળના ભાગે નુકસાન થયું હતું. સદનસીબે જાનહાનિ ટળી ગઇ હતી.