નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા 25 લાખ રૂપિયાના ખર્ચે ઉનાળામાં રાહદારીઓને પાણીની તરસ છીપાવવા માટે સસ્તા દરે ઠંડુ પાણી મળી રહે તે હેતુ થી ઠંડા પાણીના પાંચ એટીએમ અલગ અલગ વોર્ડમાં મૂકવામાં આવેલા હતા. તે વોટર એટીએમ જાળવણીના અભાવે શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. આ એટીએમમાં 1 રૂપિયા અને 2 રૂપિયાનો સિક્કો નાંખી પાણી લેવાનું હતું.