ખેડા જિલ્લાના ચાર તાલુકામાંથી પસાર થતી શેઢી સિંચાઈ વિભાગની વિશાખા કેનાલનું રિનોવેશન કરવાનું હોય તબક્કાવાર કેનાલમાં પાણી બંધ રાખવામાં આવનાર છે. 15 ઓક્ટોબર થી જાન્યુઆરી માસ દરમિયાન દરેક તાલુકામાં તબક્કાવાર 50 દિવસ માટે પાણી બંધ કરવામાં આવશે. જેને કારણે 73 ગામોના ખેડૂતોને સિંચાઈ માટે વિશાખા કેનાલનું પાણી નહીં મળે.