વડોદરાની એસ એસ જી હોસ્પિટલ ખાતેથી એક મૃતદેહ લઈને એમ્બ્યુલન્સ જયપુર ખાતે જઈ રહી હતી. તે દરમિયાન હાલોલ-શામળાજી નેશનલ હાઇવે માર્ગ પર ટેન્કર સાથે અકસ્માત સર્જાયો હતો. એમ્બ્યુલન્સમાં મૃતદેહ સાથે કુલ ચાર લોકો સવાર હતા જેમાંથી બે લોકોને ઇજાઓ પહોંચી છે. જેમાં ડ્રાઇવર મનોજ પટેલને ગંભીર ઇજા પહોંચી હતી. જેથી સારવાર અર્થે લુણાવાડા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે ગોધરા રીફર કરવામાં આવ્યા હતા.