ખંભાતના બાજરીયા ઈન્ડસ્ટ્રીઝ આગળ આવેલ એક ઓરડી નજીક એક શખ્સે ખંભાતની ગુરુકૃપા સોસાયટીમાં રમણભાઈ શનાભાઈ ઠાકોરને માથામાં પથ્થરનો લાદીનો ટુકડો મારી દેતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે મૃતકના પરિવારજને ખંભાત શહેર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે હુમલો કરનાર શખ્સ વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.