વલસાડ જિલ્લાના વાપી તાલુકાની નામધા ગ્રામ પંચાયતના એક સભ્યને રૂ. 2500ની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યો છે. નામધા ગામમાં આવેલા એક એપાર્ટમેન્ટમાંથી કચરો એકત્ર કરવા પેટે સભ્ય દ્વારા દર મહિને 2500 રૂપિયાની લાંચની માગણી કરવામાં આવી હતી. આ અંગે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા એસીબીએ ટ્રેપ ગોઠવી લાંચિયા સભ્યને ઝડપી પાડ્યો હતો.