શહેરના બ્લીચ કેમ તથા ધારા કેમિકલના વેપારીઓ પર ઈન્કમટેક્સની રેડ પાંચ દિવસ ચાલી હતી. બ્લીચ કેમ અને ધારા કેમિકલના કેયુર શાહ અને દીપક શાહના ઓફિસ અને નિવાસ્થાન મળી કુલ 15 સ્થળે પડાયેલા દરોડામાંથી અંદાજે 200 કરોડના બિનહિસાબી વ્યવહારો પકડાયા છે. હાલ દરોડાની કાર્યવાહી પૂરી થઈ ગઈ છે. ઈન્કમટેક્સના અિધકારીઓએ હવે નિવેદનો લેવાનું શરૂ કર્યું છે. દરોડા દરમિયાન મોટાપ્રમાણમાં રોકડ અને સોના-ચાંદીના દાગીના પણ મળી આવ્યા છે.