ગુજરાતના ઇતિહાસમાં પોક્સોના કેસમાં શિક્ષકને સજા આપવાનો આ પ્રથમ કેસ છે. આંબાવાડીમાં રહેતા અને ધોરણ-12મા અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે ટ્યૂશન શિક્ષકે જાતીય દુર્વ્યવહાર કરતા કોર્ટે શિક્ષકને 2 વર્ષની સજા ફટકારી છે. શિક્ષકને સાથ આપનાર સિનિયર વિદ્યાર્થીને સેશન્સ કોર્ટે નિર્દોષ છોડી દીધો છે.