મહેસાણાની કાવેરી ઇન્ટરનેશનલ સ્કૂલ અને એક્ઝોટિકા સ્કૂલમાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓની પ્રથમ સત્રાંત પરીક્ષાના એકસરખા 13 પ્રશ્નપત્રની પરીક્ષા અલગ અલગ તારીખે લેવાઇ હોવાનો ઘટસ્ફોટ શાળાના જ શિક્ષકોએ કર્યો છે. શાળાનું પરિણામ ઊંચું બતાવી વિદ્યાર્થીઓને આકર્ષવાનો આ પ્રયાસ થયો હોઇ બંને શાળાની પરીક્ષા રદ કરી પુન: લેવા તેમજ પેપર ફોડવામાં દોષિતો સામે એફઆઇઆર નોંધવા જિલ્લા પ્રા. શિક્ષણાધિકારીને પ્રશ્નપત્રોની કોપી સાથે રજૂઆત કરાતાં હડકંપ મચી ગયો છે.