મહેસાણાના જાહેર માર્ગો પરનાં કોમર્શિયલ કોમ્પલેક્ષોની દુકાનોમાં એકઠો થયેલો કચરો એકઠો કરવા નગરપાલિકા રોજ સાંજે 7 થી 9 દરમિયાન ટ્રેક્ટરના ફેરા કરશે. જેનો સોમવારથી અમલ પણ શરૂ કરાયો છે. સેનેટરી શાખા દ્વારા બે ટ્રેક્ટરો સાથે ટીમને રૂટ ફાળવણી કરી કચરો ભેગો કરી ડમ્પિંગ સાઇડ પર નિકાલ કરવા સૂચના અપાઇ હતી.