દેડિયાપાડાના ચીકદા ગામ પાસે વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓ રખડતાં પશુઓને જીવદયાની સંસ્થામાં મુકવા જઇ રહયાં હતાં તે સમયે તેમની ગાયો ભરેલી ટ્રકને રોકી હેરાનગતિ કરવા બદલ એક ખાનગી ચેનલના પત્રકાર સહિત 3 આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા મહાનગરપાલિકાએ રખડતાં ઢોર પકડવાની ઝૂંબેશમાં પકડેલી ગાયોને 3 ટ્રકમાં ભરીને બંદોબસ્ત સાથે ગુરુકૃપા સેવામય ટ્રસ્ટમાં વિધવા બહેનોના આર્થિક ઉત્થાન માટે પશુપાલનના શુદ્ધ ઉછેર કરવા માટે મોકલી હતી.