લગ્નોત્સુક યુવકો સાથે યુવતીના લગ્ન કરાવી યુવકના પરિવાર સાથે આર્થિક છેતરપિંડી કરી ફરાર થઇ જતી ટોળકીના બે સાગરિતોને સેવાલીયા પોલીસે ઝડપી પાડ્યા છે. બંને ઢગ યુવતીના મા-બાપ બની તેના લગ્ન કરાવતા હતા, અને લગ્નના ચાર દિવસ બાદ પાછી બોલાવી ત્યાંથી રફુચક્કર થઇ જતા હતા. જે બાબતની ફરિયાદ સેવાલીયા પોલીસને મળતા પોલીસે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા.