લુણાવાડાની સ્કુલના પૂર્વ શિક્ષક અને થોડા મહિના પહેલાજ જિલ્લાના સંતરામપુર તાલુકાની જાનવડ હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે નિયુક્ત થનાર સંતરામપુર તાલુકાના સરસણ ગામના વતની 52 વર્ષિય રાજેશ પટેલે 17 વર્ષિય સગીરા સાથે મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચરી તેને પીખી નાખી નાખતા સમગ્ર શિક્ષણ જગતને લાંછન લગાડવાનાર આચાર્ય સામે ફરીયાદ નોધાઇ હતી. મહિસાગર પોલીસની ટીમે હવસખોર આચાર્યેને વડોદરા ખાતેથી પકડી પાડીને કાર્યવાહી કરી છે.