ધારપુર સિવિલ હોસ્પિટલના પુરુષ વોર્ડમાં દર્દી તરીકે દાખલ થયેલો સુજનીપુર સબ જેલનો કાચા કામનો કેદી રાકેશ ઠક્કર કોઈ કારણસર પોલીસ ગાર્ડની નજર ચૂકવી ફરાર થઈ ગયો હતો. બાદમાં પોલીસને જાણ થતાં પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા પરંતુ તે પકડાયો નથી. બંને પોલીસ કર્મચારીએ તેમની ફરજમાં નિષ્કાળજી અને ગફલત સેવતા આ અંગે આરોપી અને બંને પોલીસ કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.