SP રિંગ રોડ પર આવેલા સાયન્સ સિટી સર્કલ પાસે એટ 7 સિઝના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાંના ગરબા આયોજકેન તેના પાસ વેચ્યા હતા અને ખેલૈયાઓએ પૈસા આપીને પાસ ખરીદ્યા હતા. ત્યારે ગરબા ગ્રાઉન્ડમાં પહોંચતા જ ગરબા ન રમાડવાના હોવાનું સામે આવતા ખેલૈયાઓ નિરાશ થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, અહીં એક દિવસના પાસની કિંમત 499 રૂપિયા રાખવામાં આવી છે. ત્યારે આવી મોટી રકમ વસૂલ્યા બાદ પણ ગરબા ન રમાતા ખેલૈયાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.