ખોરાક અને ઔષધ નિયમન કચેરી દ્વારા ઝુંબેશ હાથ ધરીને આણંદમાં તેલનું વેચાણ કરતા એકમો પર દરોડા પાડીને મહેશ્વરી ટ્રેડર્સ, ઝૂલેલાલ ટ્રેડર્સ, શ્રીગણેશ ટ્રેડર્સ ખાતે ખાદ્યતેલની તપાસ હાથ ધરીને 1393 કિલોગ્રામ ખાદ્યતેલ જેની અંદાજીત 1.96 લાખની કિંમતનું ખાદ્યતેલ જપ્ત કરવામાં આવ્યું છે. કુલ 6 શંકાસ્પદ નમૂના લઈને તપાસ માટે સરકાર માન્ય લેબોરેટરીમાં મોકલી આપ્યા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.