વડોદરામાં હાર્ટ એટેકના કારણે વધુ એક યુવાને જીવ ગુમાવ્યો છે. શહેરના ભૂતડીઝાંપા વિસ્તારમાં રામદેવપીરની ચાલીમાં રહેતા 27 વર્ષીય હેમુ મહીડાને ગત મોડી રાત્રે ઘરે હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં તબીબો એ મૃત જાહેર કર્યો હતો. મૃતક રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. અત્રે નોંધનીય છે કે, આ વિસ્તારમાં છેલ્લા બે મહિનામાં હાર્ટ એટેકના કારણે બે યુવાનોએ જીવ ગુમાવ્યા છે. અગાઉ 27 વર્ષીય જતીન નામના યુવકનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું હતું.