અમદાવાદ શહેરમાં છેલ્લા બે વર્ષમાં AMC દ્વારા રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના વિવિધ કાર્યક્રમો માટે 5072 જેટલી બસોની સ્પેશિયલ વર્ધી કરાઈ હતી. જેની ભાડા પેટેની 3 કરોડની રકમ કોર્પોરેશન દ્વારા આપવામાં આવતી લોનની સામે જમા પેટે ચૂકવવા અંગેની દરખાસ્ત ગુરુવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવી છે. જેને લઇ વિપક્ષ દ્વારા આક્ષેપ કરાયો છે કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના કાર્યક્રમો માટે જે બસનો ઉપયોગ કરવામાં આવે છે તે કોર્પોરેશનના લોન પેટે ખર્ચની રકમ જમા લેવાની જગ્યાએ સરકાર અથવા કમલમમાંથી વસૂલવી જોઈએ