વિદ્યાર્થીઓમાં શાળા કક્ષાએથી જ સાંસ્કૃતિક મૂલ્યો વિકસે, પોતાની સંસ્કૃતિ માટે ગૌરવ અનુભવે તે માટે મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં સમિતિની કુલ 449 શાળાઓમાંથી શ્રેષ્ઠ રાસ-ગરબાની ઝોનલ સ્પર્ધા બાદ શહેરકક્ષાની સ્પર્ધા શ્યામાપ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ, વસ્ત્રાલ ખાતે યોજાઈ હતી. આ ગરબા માટે કોઈ પ્રોફેશનલ કોરિયોગ્રાફરના બદલે શિક્ષકોએ જ માર્ગદર્શન આપી ગરબા તૈયાર કરાવ્યા હતા.