સોસાયટીઓના બહારના રોડ ઉપર કચરો ફેંકી ગંદકી કરનારા લોકો સામે મ્યુનિ.એ કાર્યવાહી કરવા ઝુંબેશ શરૂ કરી છે. જેમાં જુદી જુદી સોસાયટીઓની બહાર ગંદકી કરનારા લોકો પાસેથી 65 હજાર તેમજ કોમર્શિયલ એકમો બહાર કચરો ફેંકનારા લોકો પાસેથી રૂ.7.71 લાખ મળીને 8.36 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જ્યારરે 229 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો છે