ગુજરાતમાં ગત જુલાઈ મહિનામાં ગૃહવિભાગમાં પોલીસની બદલીનો ગંજીફો ચીપવામાં આવ્યો હતો. જેમાં પોલીસ વિભાગમાં બિન હથિયારધારી 63 PSI અને 22 PIની બદલીના આદેશ થતાં પોલીસ વિભાગમાં અનેક પોલીસ કર્મીઓને ઝટકો લાગ્યો હતો. ત્યારે હવે અમદાવાદમાં અચાનક પોલીસ કમિશ્નરે 56 PSIની આંતરિક બદલીનો આદેશ કરતાં પોલીસ બેડામાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. પોલીસ કમિશ્નરના હૂકમમાં જણાવ્યું છે કે, વહિવટી કારણોસર કરવામાં આવેલી બદલીઓને ધ્યાને રાખીને જે તે અધિકારીએ તાત્કાલિક પોતાના બદલીના સ્થળે હાજર થઈને રીપોર્ટ કરવાનો રહેશે.