અમદાવાદ શહેરમાં નવરાત્રિમાં ગરબે રમવા જતા ખેલૈયાઓની વચ્ચે વિધર્મી લોકો ઘૂસી ગયા હોય તેવી શંકાના આધારે 2 દિવસથી બજરંગ દળના કાર્યકરો અલગ અલગ પાર્ટી પ્લોટમાં પ્રવેશ કરી રહ્યા છે. ગઈકાલે SP રીંગ રોડ પર આવેલા એક ફાર્મમાં ગરબાનું આયોજન હતું, ત્યાં બજરંગ દળના નેતાઓ પ્રવેશ્યા અને ગરબા ગ્રાઉન્ડ પર પહોંચીને જય શ્રી રામના નારા પોકાર્યા હતા, ત્યારબાદ સ્થાનિક પોલીસ ત્યાં પહોંચી અને અંદાજે 15 જેટલા લોકોને ડિટેઇન કરીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી