પાટણ જિલ્લામાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વર્ષ 2021-22ના લાભાર્થીઓને કીટ વિતરણ કર્યા વિના છેલ્લા 6 માસથી છાત્રાલયના એક રૂમમાં પડી રાખતાં કીટના પેકિંગ ઉધઈ ખાઇ ગયેલ ખરાબ હાલતમાં જ બુધવારે કીટનું વિતરણ કરાતા વિભાગની ગંભીર બેદરકારી બહાર આવી હતી. 2 વર્ષે લાભાર્થીઓને કીટ મળી છતાં ખરાબ હાલતમાં મળતાં ભારે રોષ વ્યક્ત કર્યો હતો.