ખેડામાં ગત વર્ષે ગરબા કાર્યક્રમમાં પથ્થરમારાના આરોપીઓને જાહેરમાં માર મારવાના કેસમાં ખેડા પોલીસના ચાર કર્મીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. પોલીસે કેટલાક યુવાનોને થાંભલા સાથે બાંધીને જાહેરમાં માર માર્યો હતો. જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં. ત્યાર બાદ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો અને હવે હાઈકોર્ટે ચારેય પોલીસ કર્મીઓને સજા ફટકારી છે. જેમાં ચારેય પોલીસ કર્મીઓને 14 દિવસની જેલની સજા અને 2 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે