સતત બીજા દિવસે અમદાવાદ પોલીસની ટીમોએ સ્પા અને મસાજ સેન્ટરોમાં સર્ચ ચાલું રાખ્યું હતું. ગુરુવારે પોલીસની જુદી જુદી ટીમોએ 50થી વધુ સ્પામાં ચેકિંગ કરી ચાંદખેડામાં 1, નરોડામાં 1 અને વસ્ત્રાપુરમાં 2 મળીને જાહેરનામા ભંગના 4 ગુના નોંધ્યા હતા. 2 દિવસમાં 12થી વધુ કેસ થયા છે.સ્પાની આડમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવાનો હેતુ 4 સ્પા માલિકો સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે.