હજીરાના અદાણી પોર્ટમાંથી આણંદ અને યુપી જતા કેમિકલ ટેન્કરોના ડ્રાઈવરો કેમિકલ ચોરી કરતા હોવાની ઘટના સામે આવી છે. રાત્રીના સમયે ડ્રાઈવરો ટેન્કરોમાંથી કેમિકલના બેરલો ભરીને સંતાડી દેતા હતા..બાતમીના આધારે ઇચ્છાપોર પોલીસે છાપો મારી NTPC બ્રિજ પાસેથી કેમિકલ ખાલી કરતા બે ડ્રાઈવરોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે 95 લીટર કેમિકલ, ટેન્કર સહિત 1.30 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.