મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુર્ગાષ્ટમીના પાવન પર્વે સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી તેમજ તેની આસપાસના શંખલપુર, કાલરી, ગણેશપૂરા, પ્રતાપગઢ, ફિંચડી, ડેડાણા, એદલા ગામો સહિત અંદાજે 825 હેક્ટર વિસ્તારમાં ધાર્મિક અને આર્થિક પ્રવૃત્તિઓના વિકાસને વેગ આપવાના હેતુથી બેચરાજી વિસ્તાર વિકાસ સત્તામંડળની રચના કરવાનો નિર્ણય કર્યો છે. આ પ્રસંગે તેઓએ જણાવ્યું છે કે ,આ નિર્ણયથી ઉત્તમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ ઉભી થવા ઉપરાંત બેચરાજી અને આસપાસના ઔદ્યોગિક-વાણિજ્યિક એકમોને પ્રોત્સાહન મળશે, નવા મૂડીરોકાણોની સંભાવનાઓ ઉજ્જવળ બનશે અને રોજગારીની નવી તકો સાથે આર્થિક વિકાસના નવાં દ્વાર ખુલશે.