સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી નવરાત્રી દરમિયાન માતાજીની પ્રતિમાની સ્થાપના કરવાની કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોથી તાપી નદીમાં પ્રતિમાના વિસર્જન પર પ્રતિબંધ હોવાથી પાલિકા ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવે છે તેવી જ રીતે નવરાત્રી દરમયિન પણ પાલિકાએ દુર્ગા માતાની પ્રતિમાનું વિસર્જન માટે ચાર ઝોનમાં કૃત્રિમ તળાવ બનાવાયા છે પાલિકાએ ડક્કાઓવારા, ભેસ્તાન ફાયર સ્ટેશન પાછળ, લંકા વિજય ઓવારા અને સરથાણા વીટી સર્કલ પાસે પ્રતિકાત્મક વિજર્સન કરી એસ્સાર જેટી પર વિસર્જન કરવા માટે જાહેરાત કરી છે.