શહેરના કલાલી દિલ્હી પબ્લિક સ્કૂલ પાછળ કાના રેસીડેન્સીમાં રહેતો તબીબ પરિવાર ઈસ્ત્રી ચાલુ રાખી ગરબા જોવા જતા બેડ ઉપર ગરમ ઇસ્ત્રીને પગલે આગ લાગી હતી. જેમાં બેડરૂમ બળીને ખાખ થઈ ગયો હતો. ગરબા છૂટતાં ટ્રાફિકને કારણે ફાયર બ્રિગેડને પહોંચવામાં તકલીફ પડી હતી.બેડરૂમ સળગી જવાના કારણે અંદાજે 25 લાખના નુક્શાનનું અનુમાન છે