વડોદરા સેન્ટ્રલ જેલમાં 44 વર્ષીય નસીર ઉર્ફ ટકલુ રહીમભાઇ શેખ સજા ભોગવી રહ્યો છે. આ કેદીએ કોઈ કારણસર જેલમાં કાચના ટુકડાથી જાંઘમાં જીવલેણ ઘા કર્યા હતા અને સાબુના ટુકડા કરીને ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેલના ફરજ ઉપરના કર્મીઓ તુરત જ કેદી નસીર ઉર્ફ ટકલુ શેખને સયાજી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. જ્યાં તેની તપાસ કરતા તેના મોઢામાં કાચનો ટુકડો હતો. ડોક્ટરે કાચનો ટુકડો બહાર કઢાવવા માટે પ્રયાસો કર્યા હતા. પરંતુ, કેદી કાઢતો ન હતો.